Kashtbhanjan Aarti


ૐ શ્રી હરયે નમઃ
શ્રી કષ્ટભંજન હનુમતે નમઃ
શ્રી કષ્ટભંજન હનુમાનજીની આરતી

જય કપિ બળવંતા, જય કપિ બળવંતા;
સુરનર મુનિજન વંદિત,પદરજ હનુમંતા-જય.૧

પ્રોઢ પ્રતાપ,પવનસુત,ત્રિભુવન જયકારી;
અસુર રિપુ મદગંજન, ભયસંકટહારી - જય.૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ,પીડત નહીં જપે;
હનુમંત હાંક સુણીને, થર થર થર કંપે - જય.૩

રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી;
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી - જય.૪

રામચરણ રતિદાયક,શરણાગત ત્રાતા;
પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત ફલદાતા- જય.૫